અખંડ ભારતના શિલ્પી, લોખંડી પુરુષ અને રાષ્ટ્રીય એકતાના અવિસ્મરણીય યોદ્ધા સરદાર વલ્લભભાઈ પટેલ ની 150મી જન્મજયંતિ પૂર્વે અમારા દ્વારા “સરદાર સન્માન યાત્રા” નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ યાત્રા 11 સપ્ટેમ્બર થી 22 સપ્ટેમ્બર, બારડોલી થી પવિત્ર સોમનાથ ધામ સુધી, 12 દિવસની રહેશે, જે કુલ 1800 કી.મી. નું અંતર કાપી 355 ગામોમાં જવાની છે.
સરદાર સાહેબના સિદ્ધાંતો, દેશભક્તિ અને રાષ્ટ્રની એકતા માટેના યોગદાનથી પ્રેરણા લઇ, એકતાની તરફની આ યાત્રા છે. જેમાં દરેક ધર્મ, જ્ઞાતી, વર્ગ, ભાષા અને વિચારધારાને એક સુત્રમાં બાંધવાનુ અમુલ્ય કાર્ય થવાનું છે.